મફતનો લાભ લેતા લોકો ચેતી જજો..! સરકારી આવાસ ભાડે આપ્યું તો ખેર નથી, ગુજરાતના મોટા શહેરમાં તંત્રે કરી લાલ આંખ
મફતનો લાભ લેતા લોકો ચેતી જજો..! સરકારી આવાસ ભાડે આપ્યું તો ખેર નથી, ગુજરાતના મોટા શહેરમાં તંત્રે કરી લાલ આંખ
રાજકોટ મહાનગરપાલિકાના આવાસને ગેરકાયદેસર રીતે ભાડે આપનારા લોકો હવે ચેતી જજો, રૈયા રોડ પરના આવાસ ભાડે આપવા મુદ્દે ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ
01) રાજકોટ મહાનગરપાલિકાની મોટી કાર્યવાહી
02) જો સરકારી આવાસ ભાડે આપ્યું તો ખેર નથી
03) મનપાનું આવાસ ભાડે આપનાર સામે પોલીસ ફરિયાદ
રાજકોટ મહાનગરપાલિકાના આવાસને ગેરકાયદેસર રીતે ભાડે આપનારા લોકો હવે ચેતી જજો કેમ કે, હવે આવા લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ શકે છે. રાજકોટ મહાનગરપાલિકાએ આવાસને ભાડે આપનારા લોકો સામે કાર્યવાહી શરૂ કરી દીધી છે.
જો સરકારી આવાસ ભાડે આપ્યું તો ખેર નથી
લોકોને ઘરનું ઘર મળી રહે એ માટે સરકાર દ્વારા વિવિધ આવાસ યોજનાઓ બનાવવામાં આવી રહી છે, પરંતુ ગરીબો માટેની આ યોજનાનો કેટલાક આર્થિક સંપન્ન લોકો પણ લાભ ઉઠાવી રહ્યા છે. આવા શખ્સો પોતાની જાતને કાગળ ઉપર ગરીબ બતાવીને પહેલા આવાસ મેળવી લે છે અને પછી તે આવાસને આર્થિક ઉપાર્જનનું સાધન બનાવી ભાડે આપી દે છે. ત્યારે હવે આવા શખ્સો સામે રાજકોટ મહાનગરપાલિકા લાલ આંખ કરી છે.
શહેરના રૈયા રોડ ઉપર આવેલા રાજકોટ મહાનગરપાલિકાના આવાસ ભાડે આપનાર ફરજાબેન હમિરાણ સામે રાજકોટ મહાનગરપાલિકાએ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સરકારી આવાસ યોજનાનું મકાન ભાડે આપવાના ગુનામાં ફરિયાદ નોંધ આગળની હાથ ધરી છે.
રાજકોટ મહાનગરપાલિકાની મોટી કાર્યવાહી
સામાન્ય રીતે રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા આવાસ ગેરકાયદેસર રીતે ભાડાને આપના લોકો સામે નોટિસની કાર્યવાહી થતી હોય છે તેમજ ઘણા કિસ્સાઓમાં જે તે આવાસ ને સીલ પણ કરી દેવામાં આવતું હોય છે આમ છતાં કેટલાક શખ્સો ના સુધરતા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પોલીસ ફરિયાદ કરવાની નોબત આવી છે, આવા શખ્સો સામે રાજકોટ મહાનગર પાલિકાની લાલ આંખ અનેક ગરીબ લોકો માટે રાહતરૂપ બની રહેશે તે નક્કી છે.