મકરસંક્રાંતિ શુભ મુહૂર્ત / ક્યારે છે મકરસંક્રાંતિ ? ૧૪ તારીખે કે ૧૫ તારીખે ? કેમ ઉભુ થયુ કન્ફ્યુઝન
મકરસંક્રાંતિ શુભ મુહૂર્ત / ક્યારે છે મકરસંક્રાંતિ ? ૧૪ તારીખે કે ૧૫ તારીખે ? કેમ ઉભુ થયુ કન્ફ્યુઝન
મકરસંક્રાંતિ શુભ મુહૂર્ત : નવા વર્ષ 2023ની શરૂઆત થઇ ગઇ છે. આ સાથે જ વર્ષનો ર્પથમ તહેવાર મકરસંક્રાંતિ ઉજવવા માટે લોકો આતુર છે. પરંતુ આ વર્ષે મકરસંક્રાંતિ ના તહેવારની તારીખને લઈને લોકોમાં અલગ=અલગ કન્ફ્યુઝન જોવા મળી રહ્યું છે. ચાલો જાણીએ આજે આ વર્ષે મકર સંક્રાંતિ 14મી જાન્યુઆરીએ ઉજવવામા આવશે કે 15મી જાન્યુઆરીએ?

શા માટે કન્ફયુઝન છે ?
મકરસંક્રાંતિ 2023 ની તારીખ માટે શા માટે મૂંઝવણ છે?
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે સૂર્ય મકર રાશિમાં ગોચર કરે છે ત્યારે મકરસંક્રાંતિ થાય છે. આ વર્ષે 14 જાન્યુઆરીએ રાત્રે 08.14 મિનિટે સૂર્ય દેવ મકર રાશિમાં ગોચર કરી રહ્યા છે. આવી સ્થિતિમાં મકરસંક્રાંતિનું મુહૂર્ત 14 જાન્યુઆરીએ આવી રહ્યું છે. સૂર્યના મકર રાશિમાં પ્રવેશનો સમય હોવાથી મકરસંક્રાંતિની તારીખ નક્કી કરવા માટે મૂંઝવણ ઊભી થઈ છે.
પંચાંગ અનુસાર સૂર્યની મકર સંક્રાંતિનો સમય 14 જાન્યુઆરી શનિવારે રાત્રે 8.14 વાગ્યે છે. પરંતુ રાત્રે સ્નાન અને દાન કરવાનુ શુભ માનવામા નથી આવતુ. આ માટે ઉદયતિથિની માન્યતા છે એટલે કે જ્યારે સૂર્યોદય થશે, તે સમયે મકરસંક્રાંતિ નુ સ્નાન અને દાન કરવામાં આવશે. આવી સ્થિતિમાં આ વર્ષે મકરસંક્રાંતિ 15 જાન્યુઆરી 2023, રવિવારના રોજ ઉજવવામાં આવશે.
મકરસંક્રાંતિ શુભ મુહૂર્ત
આ વર્ષે મકરસંક્રાંતિ ના શુભ મુહૂર્ત 15 જાન્યુઆરી, રવિવાર એ સવારે 07:15 થી લઈને સાંજે 05:46 વાગ્યા સુધીનો મકર સંક્રાંતિનો પુણ્યકાળ રહેશે અને તેનો મહા પુણ્યકાળ સવારે 07:15 થી 09:00 સુધીનો રહેશે.
આ વર્ષે મુહુર્ત અનુસાર મકરસંક્રાંતિ રવિવારે થાય છે. રવિવારના દિવસે સૂર્યની પૂજા કરવાનુ શુભ માનવામા આવે છે અને મકરસંક્રાંતિના દિવસે પણ સૂર્યની પૂજા કરવામાં આવે છે. આવી સ્થિતિમાં આ વખતે મકરસંક્રાંતિની સાથે સૂર્ય પૂજાનો દિવસ પણ શુભ બની રહેશે. આ દિવસે સૂર્યદેવની પૂજા કરવાથી વધુ ફળની પ્રાપ્તી થશે.
મકરસંક્રાંતિના દિવસે, સૂર્ય ભગવાન દક્ષિણાયનથી ઉત્તરાયણ તરફ વળે છે. આ દિવસથી કમુરતા સમાપ્ત થશે અને લગ્ન, ગૃહ પ્રવેશ વગેરે જેવા અટકેલા શુભ કાર્યો શરુ થશે. જ્યારે સૂર્ય ઉત્તરાયણમાં હોય છે. ત્યારે દિવસનો સમયગાળો ધીમે ધીમે વધતો જાય છે અને આ દિવસથી શિયાળો ઓછો થવા લાગે છે અને તથા તાપમાન વધવા લાગે છે.